તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
દ્વારકા જીલ્લામાં માવઠાથી ચોમાસા જેવો માહોલઃ અડધા ઇંચથી દોઢ ઇંચ વ્યાપક વરસાદ

ખંભાળીયા, તા. ૧: દ્વારકા જિલ્લામાં માવઠામાં ભર ચોમાસાનું વાતાવરણ સર્જાયુ હોય તેમ ગઇકાલ સાંજથી આજે સવાર સુધીમાં અડધાથી દોઢ ઇંચ વ્યાપક વરસાદ પડયો હતો તો આજે સવારે પણ ખંભાળિયા ભાણવડ પંથકમાં ફરી વરસાદ ચાલુ થયો હોય ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા.
દ્વારકા શહેર તાલુકામાં વરસાદ પડયો નથી એ બીજી વાત છે કે દરીયા કાંઠે ભારે વરસાદની આગાહી છે ! કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જયારે ખંભાળિયામાં સવા ઇંચ અને ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. આજે સવારે પણ કલ્યાણપુરમાં અડધો ઇંચ તથા ખંભાળિયામાં પણ ઝાપટા પડયા હતા.
ખેડુતોએ મોટા ભાટે મગફળી ઉપાડી લીધી હોય પાથરા ભેગા કરીને પ્લાસ્ટીક ઢાંકીને ખેડૂતો પાક તથા ઘાસચારો બચાવવા પ્રયત્ન કરી રહયા છે તો તમામ ખેડુતોને પ્લાસ્ટીકની જરૂર ઉભી થતાં પ્લાસ્ટીકના કાળા બજાર થવા માંડયા છે તો લોકો પ્લાસ્ટીકથી મગફળીના ડોડવા બચાવવા પ્રયત્ન કરે છે પણ મગફળીના પાથરા પર વરસાદ પડતા કાળા પડી ગયેલ ઘાસના જથ્થા હવે ઢોરને ખાવામાં બીન ઉપયોગી જેવા થઇ ગયા છે. ઠેરઠેર ખેડુતો પ્લાસ્ટીકથી ઢાંકતા દેખાતા હતા તો પ્લાસ્ટીક ઢાંકવા છતાં પણ ભારે પવન વધવાથી અનેક ખેડુતોમાં પાકને ઘણુ નુકશાન થયું છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
