તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજુલા ૩ા, ખાંભા ૩, મહુવામાં વધુ ર ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવતઃ જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થયા

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો- ભારે વરસાદ વરસી જાય છે. રાજુલામાં સાડા ૩, ખાંભામાં ૩ ઇંચ તથા મહુવામાં વધુ ર ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે આજે સવારે સુર્ય નારાયણના દર્શન થયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં સતત ૭ માં દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. આજે શનિવારે સવારે ૬ થી ૮ બે જ કલાકમાં ઉમરાળામાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે પાલીતાણા ,સિહોર અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તળાજા મહુવા અને જેસરમાં હળવો વરસાદ પડ્યો છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
જામકંડોરણા
(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણાઃ ગત રાત્રીના સમયે આજે સવાર સુધીમાં રાત્રી દરમ્યાન ધીમીધારે ૧૩ મી.મી. વરસાદ પડયો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ આ વરસાદથી ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને નુકશાન થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૧.૮, મહતમ તાપમાન ૨૮.૫, ભેજનું પ્રમાણ ૯૦%, પવનની ગતિ ૮.૬ કિ.મી. રહી હતી.
આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
અમરેલી
બાબરા ૩ મી. મી.
લીલીયા ૧૧ મી. મી.
અમરેલી ૬ મી. મી.
બગસરા ૧૩ મી. મી.
ધારી ૧૮ મી. મી.
સાવરકુંડલા ૧૪ મી. મી.
ખાંભા ૭૬ મી. મી.
જાફરાબાદ પર મી. મી.
રાજુલા ૯૦ મી. મી.
કુંકાવાવ-વડિયા ૪ મી. મી.
ભાવનગર
વલ્લભીપુર ૧પ મી. મી.
ઉમરાળા ૩૬ મી. મી.
ભાવનગર ૧ મી. મી.
શિહોર ૧પ મી. મી.
ગારીયાધાર ૧ મી. મી.
પાલીતાણા ૧ર મી. મી.
તળાજા ૩પ મી. મી.
મહુવા ૪૬ મી. મી.
જેશર ૩ મી. મી.
જામનગર
જામનગર ૧૭ મી. મી.
ધ્રોલ ૧૮ મી. મી.
કાલાવડ ૪પ મી. મી.
લાલપુર ર૦ મી. મી.
જામજોધપુર ૧૬ મી. મી.
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા ૩૦ મી. મી.
કલ્યાણપુર ૧૮ મી. મી.
ભાણવડ ૩૮ મી. મી.
જુનાગઢ
ભેંસાણ ૧૩ મી. મી.
મેંદરડા ૧૪ મી. મી.
કેશોદ ૧૦ મી. મી.
માળીયાહાટીના ૧૦ મી. મી.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
