<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

માંગરોળના શેરીયાજની ૧૮ વર્ષની અંજલીનો રાજકોટમાં આપઘાત

કોઠારીયા સોલવન્‍ટમાં ભાઇના ઘરે રોકાવા આવી હતીઃ રાતે દરવાજો ન ખોલતાં તોડીને જોતાં લકટતી હાલતમાં મળીઃ કારણ અકળઃ પરિવારમાં શોકની કાલીમા

 

 

રાજકોટ તા. ૧: જુનાગઢના માંગરોળના શેરીયાજ ગામની ૧૮ વર્ષની યુવતિ રાજકોટ કોઠારીયા સોલવન્‍ટમાં ભાઇના ઘરે રોકાવા આવી હોઇ અહિ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ રવેચીનગર-૨માં આવેલા કારખાનાના ત્રીજા માળે અંજલીબેન અશોકભાઇ ભરડા (ઉ.વ.૧૮) નામની યુવતિએ રાતે દૂપટ્ટો છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના ભાઇએ  દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં તેણી લટકતી મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. ૧૦૮ને જાણ કરવામાં ઇએમટી ડો.કલ્‍પેશભાઇ તથા પાઇલોટ પ્રદિપ રાણા પહોંચ્‍યા હતાં. ઇએમટી તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઇ બી. વી. સરવૈયા, રાઇટર ઋત્‍વીકભાઇ, કલ્‍પેશભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર અંજલી માંગરોળના શેરીયાજ ગામેથી રાજકોટ કોઠારીયામાં રહેતાં પોતાના ભાઇના ઘરે રોકાવા આવી હતી. તેણે કયા કારણે પગલુ ભર્યુ? તે બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે

(11:40 AM IST)