<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સરકારને જગાડવા માટે ધોરાજીના ખેડૂતોએ ખેતરમાં રામધૂન બોલાવીને કર્યો અનોખો પ્રયાસ

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧: ધોરાજી પંથક માં સતત ૮ દિવસ થી વરસી રહ્યો છે કમોસમી વરસાદ ને કારણે કપાસ મગફળી સોયાબીન ના પાક ને ભારે નુકસાન  થયું છે ત્‍યારે ધોરાજીના ખેડૂતોએ સરકાર ને જગાડવા માટે ધોરાજી ના ખેડૂતો એ ખેતરમાં રામધૂન બોલાવીને કર્યો અનોખો પ્રયાસ.

ધોરાજીના ખેડૂતોએ પોતાના ખેતરમાં રામધૂન બોલાવીને ભારત સરકાર અને ગુજરાત સરકારને જગાડવા નવતર વિરોધ કરીને ધોરાજીના ખેડૂતો રાકેશભાઈ કાપડિયા  કિરીટભાઈ જાગાણી  બળવંતભાઈ વાઘમસિહ એ પોતાની વ્‍યથા  ઠાલવતા જણાવેલ કે હાલમાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં કમોસમી વરસાદ ને કારણે મગફળી કપાસ સોયાબીન વગેરે પાકને મોટી નુકસાની થઈ છે સો ટકા તમામ પાક નિષ્‍ફળ ગયા છે અને સરકાર તાત્‍કાલિક ખેડૂતોને સાથે રાખીને સર્વે કરાવે તો જ ખરાબમાં સર્વે ગણાશે માત્ર અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવશે તો ખેડૂતોને ન્‍યાય નહીં મળે અમારી માગણી છે કે રાજ્‍ય સરકાર અથવા તો કેન્‍દ્ર સરકાર ખેડૂતોના હિતમાં આવી ખેડૂતોને મદદ કરે તે માટે અમોએ અમારા ખેતરમાં રામધૂનભડાવીને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે સરકાર ખેડૂતોની વાત સાંભળે નુકસાની ના સર્વે અને સહાય બાબતે  સરકાર ને જગાડવા કર્યો અનોખો પ્રયાસ કર્યો છે.

સેટેલાઇટ સર્વે ની જગ્‍યા એ તાત્‍કાલિક સ્‍થળ પર સર્વે કરી ને સહાય ચૂકવવા ખેડૂતો ની માંગણી કરવામાં આવી છે.

(12:07 PM IST)