<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

પતિના અવસાનના આઘાતથી ધ્રોલ પંથકની યુવાન પરણિતા ગુમ

 

ધ્રોલ, તા., ૧:  તાલુકાની એક વાડીમાંથી ૧૯ વર્ષીય પરણિતા અચાનક ગુમ થઈ જતાં તેના પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ અંગે ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થવા અંગેની જાહેર જોગવાઈ નોંધવામાં આવી છે અને પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે.

ગુમ થનાર મહિલાનું નામ રાહલીબેન વા/ઓફ ગોરધનભાઇ વાસુનીયા (ઉ.વ. ૧૯) છે. તેઓ હાલમાં લગધીરસિંહ રતુભા જાડેજાની વાડીમાં, રહેતા હતા અને મૂળ બડી કરેટી ગામ, તા. ભાભરા, જિ. અલીરાજપુરના વતની છે.

ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવ્‍યું હતું કે, રાહલીબેનના પતિ ગોરધનભાઈનું અવસાન થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્‍યા હતા. પતિના મળત્‍યુનો આઘાત સહન ન કરી શકવાના કારણે તેઓ વાડીએથી કોઈને જાણ કર્યા વગર કયાંક ચાલ્‍યા ગયા છે. ધ્રોલ પોલીસે ગુમ થવાની નોંધ કરી છે.

જો કોઈ પણ વ્‍યક્‍તિને ગુમ થયેલ રાહલીબેન વાસુનીયા અંગે કોઈ માહિતી મળે, તો તાત્‍કાલિક ધોરણે નજીકના પોલીસ સ્‍ટેશન અથવા ધ્રોલ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

(1:23 PM IST)