<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ખંભાળીયામાં કોંગ્રેસની આક્રોશસભા યોજાઇ- મશાલ રેલી નિકળીઃ ખેડૂતોએ પછેડી ઓઢીને પોંક મૂકીઃ સરકાર સામે ઉગ્ર વિરોધ

 

ખંભાળીયા તા.૧: દ્વારકા જીલ્લા કોંગ્રેસ તથા ગુજરાત કિશાન કોંગ્રેસ દ્વારા ખંભાળિયામાં માવઠા તથા કમોસમી વરસાદથી થયેલ નુકશાન તથા તેનો સર્વે કરીને સહાયમાં ઢીલની સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કરવા આકોશ સભા- મશાલ રેલી તથા સરકારની મઢેલી આત્‍માને શ્રધ્‍ધાંજલિ આપવા ખેડૂતોએ પછેડી ઓઢીને ઠુંઠવો મુકવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

દ્વારકા જીલ્લામાં મગફળીનો સોૈથી વધુ પાક છે ત્‍યારે તૈયાર પાક પાથરા સ્‍વરૂપે કે ઉતરાવાની તૈયારીરૂપે હતો ત્‍યાં જ કમોસમી વરસાદની ખેડુતોને ખુબજ નુકશાન થયું છે. ત્‍યારે સરકાર પાસેથી ખેડૂતોને સહાયની આશા હતી. ત્‍યારે જ સર્વેનું નાટક શરૂ કરતા ખેડૂતોએ આક્રોશ કાઢીને સરકારને ભલુ-બુરૂ સંભળાવીને જાહેરમાં ટીકા કરી હતી. તથા સરકારની મરેલી આત્‍મામાં જયોતરૂપી પ્રકાશ ભરવા મશાલ રેલી કાઢવામાં આવી હતી તથા આંબેડકરજીની પ્રતિમા પાસે સરકારની મરેલી આત્‍માને શ્રધ્‍ધાંજલી અર્પવા ખેડૂતોએ પોંક મુકીને ઠુંઠવો મૂકીને સરકારના મરશીયા ગાઇને મરણપોંક મૂકીને અનોખો વિરોધ વ્‍યકત કર્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તથા ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઇ આંબલીયા, પૂર્વ રાજયમંત્રી રણમલભાઇ હાજર રહયા હતા

(1:24 PM IST)