તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
બાબરા, ચિતલ આસપાસના વિસ્તારોમાં ધૂપ-છાંવ સાથે હળવો-ભારે વરસાદઃ અમરેલીમાં એક બાજુ તડકો અને બીજી બાજુ વરસતો વરસાદ

રાજકોટ, તા., ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલ્ટા સાથે કમોસમી વરસાદ પડયો હતો. જો કે આજે સવારથી વાતાવરણમાં ફેરફાર થયો છે અને સવારે સુર્ય નારાયણે દર્શન દીધા હતા અને ધૂપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલું છે.
આજે રાજકોટ-ભાવનગર ઉપર આવેલા અમરેલી, ચિતલ, બાબરા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. અમરેલીમાં આજે બપોરે એક બાજુ તડકો અને બીજી બાજુ વરસાદ વરસી રહયો હતો. જો કે આ વરસાદનું જોર થોડુ ઓછુ હતું.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
