<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

જસદણમાં ગોઝારી દુર્ઘટના:તુલસી વિવાહમાં જતાં લોકોથી ભરેલી બસ ખાડામાં અચાનક ખાબકી: 15થી વધુ લોકોને ઇજા

50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી:ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા: દુર્ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ પહોંચી

રાજકોટનાં જસદણ ખાતે એક ગોઝારી દુર્ઘટના બની છે. 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. દુર્ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. બસમાં સવાર લોકો તુલસી વિવાહ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાની માહિતી છે.

  જસદણનાં જીવાપર ગામ નજીક 50 થી વધું લોકોથી ભરેલી સ્કૂલબસ ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની અલગ-અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાની માહિતી છે. સદનસીબે આ અક્સમાતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસની ટીમ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. 

પ્રાથમિક માહિતી અનુસાર, સ્કૂલ બસમાં સવાર 50 થી વધુ લોકો એક તુલસી વિવાહ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન, જસાપરથી નવાગામ તરફ જતી વેળાએ બસચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ ખાડામાં ખાબકી  હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અરેરાટી વ્યાપી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(6:38 PM IST)