News of Saturday, 1st November 2025
પોરબંદરના બરડા પંથકમાં મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામતા ખેડૂતોની હાલત કફોડી : સહાય આપવા માંગણી
ખેડુતોએ વીઘે રૂ.20 હજારની સહાય આપવા તેમજ પશુઓનો ઘાસચારો આપવા સરકાર પાસે માંગ કરી

પોરબંદર જિલ્લામાં શુક્રવારની રાત્રીના પડેલા ભારે વરસાદને કારણે બરડા પંથકમા મગફળીનો પાક સંપૂર્ણ પણે નાશ પામતા ખેડુતોની હાલત દયનીય બની હતી ખેડુતોએ વીઘે રૂ.20 હજારની સહાય આપવા તેમજ પશુઓનો ઘાસચારો આપવા સરકાર પાસે માંગ કરી છે.
પોરબંદર જિલ્લામાં આમતો છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહયો હતો. જેના કારણે ખેતરમા પડેલો મગફળીના પાકને નુકશાન થયું હતુ. પરંતુ બરડા પંથકના ગામોમા શુક્રવારની રાત્રીના પડેલા પાંચથી છ ઇંચ વરસાદ પડતા મગફળીનો પાક પાણીમા તણાયો હતો. ખેતરોમા વરસાદી પાણી વચ્ચે મગફળીનો પાક તરતો નજરે પડયો હતો. ખેડુતોએ ભારે વરસાદને કારણે મગફળી બરડા સાગર ડેમના પાણીમા તણાઇ ગઇ હતી જેના કારણે રૂ. 20 હજારનુ નુકશાન થયુ છે. હાલ લીલી દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે સરકાર પુરતી સહાય આપે તેવી ખેડુતોએ માંગ કરી હતી
બરડા પંથકના ખેડુત એગેવાને જણાવ્યું હતું કે, ત્રણથી આઠ ઇંચ વરસાદ પડી જતા મગફળીના પાથરા તણાઇ ગયા છે અને સર્વેનુ નાટક બંધ કરી અને ખેડુતોને સીધી સહાય આપે અને ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવાની હતી તે રકમ સીધી ખેડુતોના ખાતામા જમા કરવામા આવે તેમજ પશુઓ માટે ઘાસચારો આપવામા આવે ખેડુતોને એક વીઘે રૂ.18 હજારનો ખર્ચ થયો છે. ત્યારે સરકાર ખેડુતોને રૂ.20 હજારની સહાય આપવાની માંગ કરવામા આવી છે. પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાતા ખેડુતોની હાલત કફોડી બની છે ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા અને વાડી ખેતરો સરોવર બની જતા મગફળીનો પાક સંપૂર્ણ પણ નાશ પામ્યો છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
