<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

જુનાગઢમાં મધ્યરાત્રીથી પ્રતિકાત્મક પરિક્રમા: સાધુ-સંતો અને ભાવિકો મર્યાદિત સંખ્યામાં પ્રતિકાત્મક પરિક્રમા કરશે.

કમોસમી વરસાદના કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ :કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ પરિક્રમા માર્ગ પર ન જઈ શકે તે માટે ગેટ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

જુનાગઢમાં મધ્યરાત્રીથી પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ-સંતો અને ભાવિકો મર્યાદિત સંખ્યામાં પ્રતિકાત્મક પરિક્રમા કરશે. ત્યારે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ પરિક્રમા માર્ગ પર ન જઈ શકે તે માટે ગેટ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વાતથી અજાણ અનેરક પરિક્રમાર્થી જૂનાગઢ પહોંચ્યા હતા. ત્યારે તેઓએ ગેટ પાસે શ્રીફળ અને સાથીયો કરી પોતાની માનતા પૂર્ણ કરી છે.


 

(8:55 PM IST)