News of Saturday, 1st November 2025
કમોસમી વરસાદને કારણે જુનાગઢના માંગરોળમાં ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન
ખેડૂતો દ્વારા માનખેત્રા ગામે સરવેનો વિરોધ કરાયો:કામગીરીમાં સર્વર ડાઉન થતા ખેડૂતોમાં રોષ :રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

જૂનાગઢ : કમોસમી વરસાદને કારણે જુનાગઢના માંગરોળમાં પણ ખેડૂતોના હાલ બેહાલ થયા છે કારણ કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. પાક નષ્ટ થઈ ચૂક્યો છે. એવામાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકમાંથી એક રૂપિયો પણ મળી શકે તેવી આશા તેઓને રહી નથી. ત્યારે ખેડૂતો દ્વારા માનખેત્રા ગામે સરવેનો વિરોધ કરાયો છે કારણ કે કામગીરીમાં સર્વર ડાઉન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સાથે જ નુકસાનીનું 100 ટકા વળતર ચૂકવવા માગ કરી છે. .
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
