<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

કલ્યાણપુરના ધતુરીયામાં ખેડૂતોમાં આક્રોશ :સરવેની કામગીરીને નાટક ગણાવ્યુ :સરવેનો બહિષ્કાર કરાયો

પાક ધીરાણ સંપૂર્ણ માફ કરવા અને પલળેલી મગફળીની ટેકાના ભાવે ખરીદવા ખેડૂતોની માંગ : માગ ન સ્વીકારાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ધતુરીયામાં ખેડૂતો આક્રોશ જોવા મળી રહ્યો છે. ધતુરીયાના ખેડૂતોએ પાક સરવેનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ સરકારની સરવેની કામગીરીને નાટક ગણાવ્યુ છે. સરકારી નીતિઓ સામે ખેડૂતોનું આક્રમક વલણ જોવા મળી રહ્યુ છે. પાક ધીરાણ સંપૂર્ણ માફ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. પલળેલી મગફળીની ટેકાના ભાવે ખરીદવા ખેડૂતો માગ કરી રહ્યા છે અને માગ ન સ્વીકારાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી  ઉચ્ચારી છે.

ધતુરીયાના ખેડૂતોએ પાક નુકસાન મુદ્દે પંચાયત ખાતે બેઠક યોજી હતી અને કમોસમી વરસાદથી નુકસાનનું તાત્કાલિક વળતર ચુકવવા માગ કરી. ખેડૂતોનું કહેવું છે કે સરવેનું નાટકર કર્યા વિના ઝડપથી વળતર ચુકવવામાં આવે

(9:14 PM IST)