<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

કચ્છના ખાવડા વિસ્તારમાં કાયદાને હાથમાં લઈને બે યુવકોને તાલિબાની ઢબે સજા : વિડિઓ વાયરલ

ખાવડા વિસ્તારમાં આ બે યુવકો ગામની યુવતીઓ સાથે ઝડપાયા હતા. આ યુવકોને સબક શીખવવા માટે અમુક અસામાજિક તત્વો દ્વારા અમાનવીય સજા અપાઈ

કચ્છના ખાવડા વિસ્તારમાં કાયદાને હાથમાં લેવાની અને બે યુવકોને તાલિબાની ઢબે સજા આપવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખાવડા વિસ્તારમાં આ બે યુવકો ગામની યુવતીઓ સાથે ઝડપાયા હતા. આ યુવકોને સબક શીખવવા માટે અમુક અસામાજિક તત્વો દ્વારા અમાનવીય સજા કરવામાં આવી હતી. બંને યુવકોના માથા પરથી વાળ કાપીને તેમને ટકલા કરી નાખવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેમની અડધી મૂછો પણ કાપી નાખવામાં આવી હતી. જે અપમાનિત કરવાની એક રીત છે. સજા આપતી વખતે કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ તાલિબાની સજાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જાહેરમાં યુવકોને આ પ્રકારે અપમાનજનક અને સખત સજા આપવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ વીડિયો વાયરલ થયાના ઘણા સમય બાદ પણ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ગામના અમુક લોકોએ કાયદાને પોતાના હાથમાં લઈ યુવકોને સજા આપી છે. જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો કરે છે.

(12:48 AM IST)