તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
જુનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત સુસાઈડ નોટ લખી ગુમ થતા ખળભળાટ :1008 મહામંડલેશ્વર મહાદેવભારતી ગુમ થયાની આશ્રમ સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરતા શોધખોળ
સુસાઇડ નોટ લખી છે તેમાં કોઈ અંગત મનદુખ હોવાનું કારણ પણ જણાવ્યું : સુસાઈડ નોટમાં કોના નામ લખાયા તે હજી ખુલાસો થયો નથી પરંતુ એકાએક મહાદેવભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨
જુનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત સુસાઈડ નોટ લખી ગુમ થતા ખળભળાટ મચી ગયો છે 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી ગુમ થયાની આશ્રમ સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરતા શોધખોળ શરૂ છે.
જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી
સમગ્ર મામલે ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઇ હુંબલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી નીકળી ગયાની સંચાલકો દ્વારા ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ જે સુસાઇડ નોટ લખી છે, તેમાં તેમણે કોઈ અંગત મનદુખ હોવાનું કારણ પણ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુસાઇડ નોટમાં અંગત મનદુખનું કારણ ખલેલું
વધુમાં જણાવ્યું કે, આ સુસાઇડ નોટમાં કોના નામ લખવામાં આવ્યા છે તે મામલે પૂછતા ભવનાથ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. હાલ મહાદેવભારતી બાપુની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુસાઈડ નોટમાં કોના નામ લખાયા તે હજી ખુલાસો થયો નથી, પરંતુ એકાએક મહાદેવભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
