<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ધ્રોલના રાજકારણમાં ભડકો : પૂર્વ કારોબારી અધ્યક્ષ લવજીભાઈ તરાવીયાની ફેસબુક પોસ્ટથી વિવાદનું વાવાઝોડું! જૂની નેતાગીરીને હટાવવાની ખુલ્લી ચેલેન્જ!

ધ્રોલ તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ : તરાવીયાએ ઉપરાઉપરી ચાર વિવાદાસ્પદ પોસ્ટ કરી પક્ષના વરિષ્ઠ નેતૃત્વની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા - 'જૂના કાટલાઓ ને કાઢો નવી નેતાગીરી ઉભી કરો' ના આકરા નિવેદનથી ભારે ચર્ચા

ધ્રોલ, સંજય ડાંગર દ્વારા : ધ્રોલ તાલુકાના રાજકારણમાં એકાએક સનસનાટી મચી ગઈ છે. તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલ તાલુકા ભાજપ પંચાયતના સદસ્ય વસંતબેનના પતિ લવજીભાઈ તરાવીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ઉપરાઉપરી ચાર વિવાદાસ્પદ પોસ્ટ કરીને રાજકારણમાં આંતરિક વિખવાદનું વાવાઝોડું સર્જી દીધું છે.
તરાવીયાના આ આકરા નિવેદનો આગામી ચૂંટણીઓ પહેલા જ ધ્રોલના રાજકારણમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.
ફેસબુક પર ખૂલ્લી ચેલેન્જ
લવજીભાઈ તરાવીયાએ તેમની ફેસબુક પોસ્ટમાં સ્પષ્ટપણે જૂની નેતાગીરીને હટાવવા નો સંકેત આપતા લખ્યું છે કે:
> "જૂના કાટલાઓ ને કાઢો નવી નેતાગીરી ઉભી કરો."
> આ ઉપરાંત, તેમણે પક્ષના વરિષ્ઠ નેતૃત્વની નીતિઓ અને ભૂતકાળના નિર્ણયો સામે પણ સવાલ ઉઠાવ્યો હતો, જેમાં તેમણે ઉમેર્યું કે:
> "નેતાઓએ કંઈક અલગ કર્યું એમાં આપણે ફસાણા"
> લવજીભાઈની આ ફેસબુક પોસ્ટથી ધ્રોલના રાજકારણીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. તેમના નિવેદનોએ સત્તાવાર પક્ષમાં આંતરિક વિખવાદને ખુલ્લો પાડ્યો છે, જેના કારણે આગામી સમયમાં ધ્રોલ તાલુકા ભાજપમાં મોટા ફેરફારો અથવા આંતરિક કલહ વધી શકે છે.

 

(2:25 PM IST)