News of Sunday, 2nd November 2025
ગોંડલ તાલુકામાં આફત બની વરસ્યો કમોસમી વરસાદ : ખેતીના પાકને મોટાપાયે નુકશાન થતા ખેડૂત ચિંતિત
વરસાદના કારણે મગફળી ઉપરાંત ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજીના પાક નિષ્ફળ ગયો: તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિ વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું

ગોંડલ તાલુકામાં વરસાદ આફત બનીને વરસ્યો હતો.. કારતકમાં અષાઢ જેવો માહોલ સર્જાતા ખેડૂતો માટે હોળી પહેલા જ હોળી તો ગઈ હતી.. હાલ મગફળી કોબીજ અને ડુંગળીના પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. ત્યારે મગફળી પણ આ વર્ષે ખેડૂતોનું તેલ કાઢી રહી છે.
અષાઢ મહિનામાં જ ખેડૂતોએ શ્રીફળ વધેરી કુમકુમ કરી મગફળીના વાવેતરની શ્રી ગણેશ કર્યા હતા.. જોકે કારતક મહિનાના આરંભ માં જ પડેલા કમોસમી વરસાદ એ ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું.. હે મગફળીના વાવેતર અષાઢમાં થયા હતા તેમના સારા ઉપજ માટે ખેડૂતોએ શ્રાવણ મહિનામાં ન રક્ષાબંધન જોઈ ના જન્માષ્ટમી જોઈ.. ન ભાદરવામાં ગણેશ મહોત્સવ ઉજવ્યો.. ખેત પાકને રાત્રે રક્ષણ કરવા પણ આમાં નવરાત્રીની રાત્રી પણ ખેતરમાં જ વિતાવી.. દિવાળીનો તહેવાર ન જોયો કે ન કરી ભાઈબીજની ઉજવણી.. આમ ચાર મહિના સુધી ખેડૂતોએ ન રાત જોઈ ન દિવસ જોયો.. એજ પાક જ્યારે તૈયાર થઈ ગયો ત્યારે ખેડૂતોને મનમાં આશા જાગી કે હવે તેમની મહેનત નું ફળ મળશે પણ મેઘરાજા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધૂ... ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળીના પાકને મોટું નુકસાન થયું અને ખેડૂતો પાયમાલ થઈ ગયા.. હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તાત્કાલિક તેમને સહાય કરે
ગોંડલમાં વરસાદના કારણે મગફળી ઉપરાંત ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજીના પાક નિષ્ફળ ગયો છે..ગોંડલ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિ વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. માત્ર મગફળી કે મરચાં જ નહીં, પણ હવે ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજીના પાકો પણ વરસાદના પાણીમાં સડી ગયા છે. ખેડૂત જણાવ્યુ હતુ કે અમે બે મહિના મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો. પરંતુ સતત વરસાદ અને પાણી ભરાઈ જવાથી ડુંગળી સડી ગઈ, કોબીજ કાપણી પહેલાં જ નાશ પામી ગયું. ખેડૂતો હવે સરકાર પાસે વીમા સહાય સાથે સાથે બીજ અને ખાતર માટે સહાયની માગણી કરી રહ્યા છે, જેથી આગામી સિઝનમાં ફરીથી ખેતી કરી શકે...વરસાદે ગોંડલના ખેડૂતોથી લઈને બજાર સુધી બધાને અસર કરી છે. ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. હવે ખેડૂતોની નજર સરકારની સહાય તરફ છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
