તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં સહાય નહીં, પાક ધિરાણ માફીની માંગ : સર્વેની કામગીરીનો બહિષ્કાર કર્યો
તાલાલા પંથકના છેવાડે આવેલ પાણીકોઠા, વલાદર અને જાવંત્રી ગીર ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે.
તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના ખેડૂતોએ સહાય નહીં પાક ધિરાણ માફ કરવાની માંગણી સાથે સર્વેની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તાલાલા પંથકના છેવાડે આવેલ પાણીકોઠા, વલાદર અને જાવંત્રી ગીર ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ હતી. ભારે વરસાદના કારણે મગફળી, સોયાબીન અને કઠોળ વિગેરે તૈયાર ખરીફ પાક નાશ પામ્યો છે. માટે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા સભાએ માંગણી કરી હતી.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
