News of Sunday, 2nd November 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનો પર ઠેર-ઠેર ગેરકાયેદસર થયેલ દબાણ પર તંત્રનો હથોડો વીંઝાયો
દ્વારકા ટાઉનમાં આવેલા સુદામા ભવન, સિકોતર ભવન અને ટપુભા માણેકના ગેરકાયદેસર બાંધકામને તંત્રએ દૂર કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનો પર ઠેર-ઠેર ગેરકાયેદસર રીતે બનેલા દબાણ પર તંત્રનો હથોડો વીંઝાયો હતો. દ્વારકામાં ફરી એકવાર તંત્રનું ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરાયું છે. સરકારી જમીન પર કબજો કરનારા સામે તંત્ર કડક મૂડમાં છે. પ્રશાસન, પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા વહેલી સવારથી ભારે મશીનરી સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દ્વારકા ટાઉનમાં આવેલા સુદામા ભવન, સિકોતર ભવન અને ટપુભા માણેકના ગેરકાયદેસર બાંધકામને તંત્રએ દૂર કર્યા હતા. સરકારી તંત્રએ અંદાજે 1.61 કરોડો રૂપિયાની 2300 ચો.ફૂટ જમીન પર બનેલ બિનકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. સરકારી જમીન પર ગેરકાયદે કરેલા દબાણો દૂર થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રની કાર્યવાહીને સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું હતું. હજી આગામી સમયમાં સરકારી દબાણ દૂર કરવા તંત્રનો હથોડો વીંઝાશે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
