તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Sunday, 2nd November 2025
ટંકારાના ઉમિયાનગર ગામના ખેતરમાંથી વિશાળકાય ઇન્ડિયન પાયથોનનું સફળ રેસ્ક્યુ : જુઓ વિડીયો
અસામાન્ય રીતે જોવા મળતો ઇન્ડિયન રોક પાયથોન ટ્રક કે અન્ય વાહન મારફત બહારના રાજ્યમાંથી આવ્યો હોવાની આશંકા : સરપંચની જાણ બાદ ફોરેસ્ટ વિભાગની ટીમે પકડીને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી

(જયેશ ભટાસણા દ્વારા)ટંકારા: ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે ખેતરમાં અચાનક એક વિશાળકાય અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તુરંત જ ખેડૂતે ગામના સરપંચને આ અંગેની જાણ કરી હતી.
બાદમાં, સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મેહુલભાઈ સાંધાણીની ટીમે સ્થળ પર પહોંચીને આ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
ફોરેસ્ટની ટીમ દ્વારા આ અજગરને પકડી લેવામાં આવ્યો છે અને હવે તેને સલામત સ્થળે છોડી દેવાની કાર્યવાહી કરવામાં આવશે.
સામાન્ય રીતે ન જોવા મળતો અજગર
વધુમાં જાણવા મળ્યું કે, આ અજગર ઇન્ડિયન પાયથોન (ઇન્ડિયન રોક પાયથોન) હતો, જે સામાન્ય રીતે આ વિસ્તારમાં જોવા મળતો નથી.
ફોરેસ્ટ વિભાગના મતે, આ અજગર કોઈ ટ્રક કે અન્ય મોટા વાહન મારફત બહારના રાજ્યમાંથી અહીં આવી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી વન્યજીવનું સંરક્ષણ સુનિશ્ચિત કર્યું હતું.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
