તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 2nd November 2025
મોરબી મહાપાલિકા દ્વારા એકતા દિવસ નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ
શ્રેષ્ઠ કામગીરી અને રેસ્ક્યુ એફર્ટ્સ માટે ફાયર ટીમનું સન્માન કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય એકતા દિવસના અવસર નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે એક વિશેષ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેવાનો હતો.
મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ ક્વિઝ કોમ્પિટિશન ખાસ કરીને એકતા દિવસના અનુસંધાને રાખવામાં આવી હતી. સ્પર્ધકોને સરદાર પટેલના જીવન (લાઈફ) સાથે સંબંધિત ઘણા મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ચાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ કોમ્પિટિશનના અંતે એક ટીમનો વિજય થયો હતો.
વિજેતા ટીમને મોરબી મહાપાલિકા દ્વારા રૂપિયા 2,500નું રોકડ ઇનામ (કેશ પ્રાઈઝ) આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાના સંચાલનની જવાબદારી નિરવભાઈ માનસેતાએ સંભાળી હતી. ક્વિઝ કોમ્પિટિશનની સાથે સાથે, મોરબી મહાપાલિકા દ્વારા દેશની એકતા માટે પ્રતિબદ્ધ રહેલી ફાયર ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી. ફાયર ટીમને તેમના દ્વારા દિવાળીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વિવિધ રેસ્ક્યુ એફર્ટ્સ માટે બિરદાવવામાં આવી હતી
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
