<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

મોરબી સબ જેલમાં યોગથી શાંતિ અને સ્વાસ્થ્યનો સંદેશ

મોરબી સબ જેલ ખાતે બંદીવાનો તેમજ જેલ સ્ટાફ માટે નિયમિત યોગ સત્રો યોજાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત સરકારના યોગ બોર્ડના સહકારથી તેમજ પોલીસ મહાનિદેશક (જેલ) ડૉ. કે.એલ.એન. રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ “અહિંસાથી એકતા” કાર્યક્રમ અંતર્ગત રાજ્યની વિવિધ જેલોમાં યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

02 ઓક્ટોબર (અહિંસા દિવસ)થી 31 ઓક્ટોબર (રાષ્ટ્રીય એકતા દિવસ) દરમિયાન મોરબી સબ જેલ ખાતે બંદીવાનો તેમજ જેલ સ્ટાફ માટે નિયમિત યોગ સત્રો યોજાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત મોરબી જિલ્લા યોગ બોર્ડના પ્રમાણિત યોગ પ્રશિક્ષક ગૌતમભાઈ આર. ચાવડા તથા નિધિબેન એસ. ચીખલીયાએ બંદીવાનોને માનસિક તણાવમાંથી મુક્તિ મળે અને આરોગ્ય સારું રહે તે હેતુસર વિવિધ યોગાસનો કરાવ્યા હતા.

(9:50 PM IST)