News of Monday, 3rd November 2025
ગૌરક્ષા: જોડિયાના ભાદર રોડ પરથી ક્રૂરતાપૂર્વક ભરેલા ૬ ગૌવંશ સાથેની બોલેરો ગાડી ઝડપાઈ
ધ્રોલ હિન્દુ સેના, મોરબી ગૌ રક્ષક સેના અને રાજકોટ ગૌ રક્ષકની સંયુક્ત ટીમે ઓપરેશન પાર પાડ્યું : ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓને મુક્ત કરાવી કાયદેસરની કડક કાર્યવાહીની માંગ

ધ્રોલ, સંજય ડાંગર અહેવાલ, તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદર રોડ પરથી ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા છ જેટલા ગૌવંશને બુરક્ષક સંગઠનોએ સફળતાપૂર્વક બચાવી લીધા છે.
ધ્રોલ હિન્દુ સેનાના નેતૃત્વ હેઠળ ધ્રોલ હિન્દુ સેના, મોરબી ગૌ રક્ષક સેના અને રાજકોટ ગૌ રક્ષકની ટીમો દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ભાદરા ગામ નજીક કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, જોડિયાના ભાદરા ગામ નજીક ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાંથી છ જેટલા ગૌવંશ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા, જેમને ગેરકાયદેસર રીતે અન્ય સ્થળે કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.
ગૌ રક્ષકોની ટીમે આ બોલેરો ગાડીને ઝડપી પાડીને અંદર ભરેલા ગૌવંશને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા.
બોલેરો ગાડી અને ગૌવંશ ઝડપાવાની જાણ થતાં જ ધ્રોલ હિન્દુ સેના સહિતના ગૌરક્ષક સંગઠનોના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ જોડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગૌરક્ષકોએ આ મામલે સખત કાર્યવાહી કરવાની અને ગૌવંશની હેરાફેરી કરનારા ઇસમો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી.
પોલીસે ગૌવંશની હેરાફેરી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
