<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

જુનાગઢ-ઈવનગર રોડ, મહાનગરપાલકા જુનાગઢ સંચાલીત પમ્પીંગ સ્ટેશન પાસેથી પ્રતિબંધીત હાઈબ્રીડ ગાંજાના ૩.૧૬૦ કિ.ગ્રા.ના ૩ પેકેટ કિ.રૂ. ૧,૧૦,૬૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ સહિત કિ.રૂ. ૧,૧૬,૭૧,૦૦૦/- સાથે ચાર શખ્સોને પકડી પાડતી જૂનાગઢ જિલ્લા પોલીસ

ધવલ કાળુભાઈ ભરાડ, હુસેન નાસીરભાઈ તુર્ક, મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ, જહાંગીરશા રજાકશા શાહમદારની ધરપકડ : અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૩ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને તેમજ જિલ્લામાં ગે.કા. નશીલા માદક પદાર્થો (એન.ડી.પી.એસ) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય.

 જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ કે.એમ.પટેલ તથા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, કરશનભાઇ મોઢા તથા ક્રાઈમ બ્રાન્ચના પો.હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા એરીતેના સ્ટાફ ભવનાથ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થયેલ હોય. તેની તપાસમાં હતા. 

 દરમ્યાન સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, "મુજાહીદખાન રીયાજખાન પઠાણ તથા જહાંગીરશા રજાકશા શાહમદાર તથા હુસેન નાસીર પઠાણ રહે. ત્રણેય જૂનાગઢ તથા ધવલ કાળુભાઈ ભરાડ રહે. વિસાવદર વાળાઓ સફેદ કલરની ટોયોટા ગ્લાન્ઝા કાર નં.GJ-11-DB-0080 વાળીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત હાઈબ્રીડ ગાંજાનો જથ્થો રાખીને વેંચાણ કરવા અલગ-અલગ જગ્યાએ ગ્રાહકો શોધે છે અને ચારેય ઈસમો સદર કાર લઈને મેંદરડા થી ઈવનગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજના સાડા સાતેક વાગ્યે આવનાર છે” 

જે પો.સ્ટાફના માણસો ભવનાથ વિસ્તારમાં પરિક્રમા બંદોબસ્તમાં હોય. સદર બાતમી હકિકતથી જગ્યાએ વોચમાં રહેવા સમજ કરતા પો.સ્ટાફ વોચમાં હતા. દરમ્યાન ઉપરોકત હકિકતવાળી સફેદ કલરની ગ્લાન્ઝા કાર ઈવનગર તરફથી આવતા રોકાવી જેમાં ચાર ઇસમો બેસેલ હોય. જે ચારેય ઇસમોને ગેરકાયદેસર પ્રતિબંધીત હાઈબ્રીડ ગાંજાનો જથ્થો રાખેલ હોવાની બાતમી મળેલ હોવાનું જણાવી. મજકુર ઇસમોની ઝડતી તપાસ કરવા તથા તેની ગ્લાન્ઝા કાર નં. GJ-11-DB-0080 ની ઝડતી તપાસ કરતા કારની પાછળની સીટમાં વચ્ચેના ભાગે એક બ્રાઉન કલરનો રેકઝીનનો TYCOON લખેલ થેલો ત્રણ ખાના વાળો મળેલ. જેમાં ખાનામાં પ્લાસ્ટીકના એર ટાઈટ પેકીંગ વાળા ત્રણ પેકેટો પદાર્થ ભરેલ મળેલ. 

 જે ભરેલ પદાર્થ બાબતે ચારેય ઈસમોને સદરહું હાઇબ્રીડ ગાંજો કોની પાસેથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછતા જેમાં મુજાહીદીન રીયાજખાન યુસુફજઈએ જણાવેલ કે, બરોડાની કોઈ પાર્ટી જેનુ નામ ખબર નથી તેના મો.નં.૯૩૨૧૪૮૪૨૮૦ વાળાએ શેરબાનુ મહમદરફીક નાગાણી રહે.રાજકોટ મો.નં.૯૨૬૭૭૧૩૨૪૪ વાળીને બેંગકોક, થાઈલેન્ડ દેશમાં હાઈબ્રીડ ગાંજો લેવા માટે મોકલેલ. જે શેરબાનુ ત્યાંથી હાઈબ્રીડ ગાંજો લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૫ રોજ આવતા પોતે તથા ધવલ કાળુભાઈ ભરાડ રહે.વિસાવદર તથા મોઈન સતાર ખંધા રહે.જુનાગઢ વાળાઓ એમ ત્રણેય જણા ધવલની ગ્લાન્ઝા કારમાં લઈને જુનાગઢ આવેલ હતા.

         ઝાંઝરડા ચોકડી પાસે ભવ્ય પેલેસ નામની હોટલમાં શેરબાનુ રોકાયેલ હતી અને જંહાગીરશા રજાકશા શાહમદાર તથા હુસૈન ઉર્ફે દરબાર નાસીર તુર્ક બન્ને તા.૨૮/૧૦/૨૦૨૫ રોજ બેંગકોકથી જુનાગઢથી આવેલા હતા અને શેરબાનુએ ટ્રોલીબેગમાં નીચેના ભાગે છુપાવેલ ચાર હાઇબ્રીડ ગાંજાના પેકેટમાંથી ત્રણ પેકેટ અમોને વેચવા આપેલ અને એક પેકેટ શેરબાનુએ પોતાની પાસે રાખેલ અને તા.૩૦/૧૦/૨૦૨૫ રોજ પોતે તથા જહાંગીર અને હુસેન ત્રણેય શેરબાનુને રાજકોટ ગોંડલ ચોકડીએ મુકી આવેલ હતા. અમો ચારેય જણા હાઈબ્રીડ ગાંજો વેચવા માટે ગ્રાહકો શોધતા હતા. વિ. મતલબની હકિકત જણાવતા મળી આવેલ હાઈબ્રીડ ગાંજાના પેકેટ નંગ-૩ જે ૩.૧૬૦ કિ.ગ્રા.કિ.રૂા.૧,૧૦,૬૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂા.૧,૧૬,૭૧,૦૦૦/- સાથે કબ્જે કરી જૂનાગઢ સી ડીવીઝન પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો રજી કરાવવામાં આવેલ છે.

           પોલીસે આરોપીઓ (૧) ધવલ કાળુભાઈ ભરાડ, ઉ.વ.ર૮ રહે.વિસાવદર, ભારમલ સ્કુલ પાસે, વોરા સોસાયટી,(૨) હુસેન નાસીરભાઈ તુર્ક, ઉ.વ.૨૯, રહે.જુનાગઢ, જોષીપરા, ફાર્મસી ફાટક પાછળ, ખામધ્રોળ રોડ, મારૂતીનગર, હુસેની ચોક (૩) મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ, ઉ.વ.૨૪ રહે.જુનાગઢ, જોષીપરા, હર્ષદનગર, યોગેશ્વરનગર, મદિના મસ્જીદ પાસે(૪) જહાંગીરશા રજાકશા શાહમદાર, ઉ.વ.૩ર, રહે.જુનાગઢ, સક્કરબાગ પાસે, રામદેવપરા, શંકરબાપાના મંદિરની બાજુમાંની ધરપકડ કરવામાં આવી છે.પકડવાના બાકી આરોપીઓ  બરોડાનો ઈસમ તથા શેરબાનુ મહમદરફીક નાગાણી રહે.રાજકોટ,મોઈન સતાર ખંધા રહે.જુનાગઢની શોધખોળ હાથ ધરી છે.

કબ્જે કરેલ મુદ્દામાલમા હાઈબ્રીડ ગાંજાના પેકેટ નંગ-૩ જે ૩.૧૬૦ કિ.ગ્રા. કિ.રૂા.૧,૧૦,૬૦,૦૦૦/ ટોયોટા ગ્લાન્ઝા કાર નં. GJ-11-DB-0080 કિ.રૂા.૫,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૧,૧૦,૫૦૦/થેલો કિ.રૂા.૫૦૦/-મળી કુલ કિ.રૂા.૧,૧૬,૭૧,૦૦૦/ નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. કૃણાલ એમ.પટેલ તથા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. જે.જે.પટેલ, આર.બી.ગઢવી તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, ભુપતસિંહ સિસોદીયા, સાહિલ સમા, દિપકભાઇ બડવા, જેઠાભાઇ કોડીયાતર, મયુરભાઇ કોડીયાતર તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મેણસીભાઇ અખેડ, કરશનભાઇ મોઢા તથા પો.હેડ કોન્સ. બાલુભાઇ બાલસ, પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:21 PM IST)