<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

રાણાવાવ અને કુતિયાણા તાલુકાઓમાં કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્‍ત ખેતરોની મુલાકાત લેતા અર્જુનભાઇ

 

પોરબંદર, તા.૩: વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઇએ રાણાવાવ તાલુકાના ઠોયાણા અને જાંબુ તેમજ કુતિયાણા તાલુકાના કોટડા અને બાલોચ ગામોમાં જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને પાકમાં થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે રાજ્‍ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન માટે મદદરૂપ બનવા કટિબદ્ધ છે અને મંત્રીશ્રીએ સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયોની પણ માહિતી આપી હતી.

 મંત્રીશ્રી અર્જુનભાઇની મુલાકાત સાથે કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વીરાભાઈ મકવાણા, તેમજ ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ ભરતભાઈ પરમાર, લીલાભાઈ રાવલિયા, રામભાઈ બાપોદરા, મસરીભાઈ ખુટી, રમેશભાઈ પટેલ, અશોકભાઈ મોઢા, સામતભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ અને ખેડૂતો જોડાયા હતા.

(12:24 PM IST)