તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
મકાન લેવડાવી દેવાની લાલચ આપી જૂનાગઢના ખડીયા ગામના વળદ્ધ સાથે છેતરપિંડી
૩ શખ્સે ૩.૨૫ લાખ મેળવી લઈ ખોટા દાગીના આપી વિશ્વાસઘાત કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૩: તાલુકાના ખડીયા ગામે રહેતા દેવાભાઇ વજસીભાઇ મકવાણા ઉ.વ. ૬૨ નામના વળદ્ધને જેતપુર તાલુકાના નવાગઢનો હનીફભાઇ સમા ખડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે મળ્યો હતો અને વળધ્ધના ભોળપણનો લાભ ઉઠાવી તેને મકાન લેવડાવી દેવાની લાલચ આપી હતી.
બાદમાં કટકે કટકે અલગ અલગ સમયે રોકડા રૂ. ૩.૨૫ લાખ પાસેથી મેળવી લીધા હતા. બાદમાં રૂપિયા પરત નહી આપી કે મકાન નહી આપી ખોટા દાગીનાઓ આપી દીધા હતા.
આ અંગે વળધ્ધે હનીફભાઇ સમા રહે.જેતપુર નવાગઢ, હાજી બાપુ રહે. ગોંડલ અને ઇબ્રાહીમ બાપુ રહે. ગોંડલ તેમજ સલીમ હાજીબાપુ રહે.જેતપુર સામે ગઈકાલે વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ કરતા તાલુકા પોલીસે ચારેય શખ્સો સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
