<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

વીરપુરમાં સરદાર પટેલ યુવા ગ્રૂપ દ્વારા ‘‘સરદાર યાત્રા''પ્રતિમા અનાવરણ

 

વિરપુરઃ અખંડ ભારતના શિલ્‍પી દેશના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્‍મ જયંતી એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે જેમને લઈને યાત્રાધામ વીરપુરના મીનળવાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્‍તે કરવામાં આવી હતી.  સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા વીરપુરના મુખ્‍ય માર્ગો પર ‘‘સરદાર યાત્રા''નું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ યાત્રામાં આશરે ૬૦૦ જેટલા યુવાનો ઉત્‍સાહભેર જોડાયા હતા, જેમણે સરદાર પટેલ અમર રહોના નારા લગાવી વીરપુરના વાતાવરણને દેશભક્‍તિમય બનાવી દીધું હતું. યાત્રાનું સમાપન મીનળવાવ ચોક ખાતે થયું હતું,અનાવરણ કાર્યક્રમમાં વીરપુરના તમામ સમાજના લોકો જોડાયા હતા ત્‍યારે એકતા દિવસે વીરપુરમાં એકતાના દર્શન થયા હતા, વીરપુરના તમામ સમાજના લોકોએ ‘‘જય સરદાર'' ના નારા લગાવ્‍યા હતા અને ધારાસભ્‍ય જયેશ રાદડીયા સરદાર પટેલની ૧૫૦ મી જન્‍મ જયંતી ને લઈને યુવાનો સાથે ગરબે ઘૂમ્‍યા હતા. (તસવીર- કિશનસિંહ મોરબીયા - વીરપુર)

(12:26 PM IST)