તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં તડકો નીકળ્યો
કમોસમી વરસાદે ઠેર ઠેર નુકશાન પહોંચાડયા બાદ ખેડુતોની હાલત કફોડી

રાજકોટ, તા., ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાએ કહેર વર્તાવ્યા બાદ ગઇકાલે બપોરથી તડકો નીકળતા સૌ કોઇએ હાશકારો અનુભવ્યો છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુભી દ્વારકા જીલ્લામાં તાજેતરમાં પાંચ દિવસ માવઠાના થયેલ વરસાદમાં કલ્યાણપુર, ખંભાળીયા તથા ભાણવડ પંથકમાં જ વરસાદ પડયો હતો. જયારે દ્વારકામાં કંઇ વરસાદ પડયો ન હતો તે પછી ગઇકાલે દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જયારે અન્યત્ર ત્રણે તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ પડયો નથી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રર.૬ ડીગ્રી, મહતમ તાપમાન ૩૧.પ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતી પ.૪ કી.મી. રહી હતી.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં કાલેુ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે. સવારે અનેક વિસ્તારોમાં ઝાપટા બાદ સાંજે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરકારી ચોપડે રાત્રે ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ર૦ મી.મી. અને માળીયામાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
