તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 3rd November 2025
શાપર-વેરાવળ પંથકની ૧પ વર્ષની તરૂણીને ૧૬ વર્ષના સગીરે ગર્ભ રાખી દીધો...
તરૂણીને ભગાડી મધ્યપ્રદેશ લઇ જવાતા પોલીસે આરોપી સગીર સહિત બંનેને ઝડપી લીધા

રાજકોટ, તા., ૩ : શાપર-વેરાવળ પંથકની ૧પ વર્ષની તરૂણીને ૧૬ વર્ષના તરૂણે ભગાડી જઇ ગર્ભ રાખી દિધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ભોગ બનનાર તરૂણી અને તેને ભગાડી જનાર સગીરને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પંથકની ૧પ વર્ષની તરૂણીને ૧૬ વર્ષનો સગીર ભગાડી ગયાની શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ થતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.બી.રાણા તથા સ્ટાફે તપાસ કરતા અપહૃૃત તરૂણી મધ્યપ્રદેશના વાર જિલ્લામાં હોવાની માહીતી મળતા ટીમ મોકલી તરૂણીને ભગાડી જનાર ૧૬ વર્ષના સગીરને પણ ઝડપી લીધો હતો. અપહૃૃત તરૂણીનું પોલીસે મેડીકલ ચેકઅપ કરાવતા તરૂણી ગર્ભવતી હોવાનું ખુલતા પોલીસે આ ગુન્હામાં કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ તરૂણીને ભગાડી જનાર તરૂણની ધરપક કરી હતી.
આ કાર્યવાહીમાં શાપર વેરાવળ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.બી.રાણા, એએસઆઇ ક્પિાલસિંહ રાણા, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, જગશીભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા, પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
