<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ખંભાળીયા તાલુકામાં માવઠાથી થયેલ નુકશાની માટે સર્વેની કામગીરી

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩: દેવભૂમી દ્વારકામાં માવઠાથી થયેલ નુકશાનીના સંદર્ભમાં ગામડાઓમાં જઇને સર્વેની કામગીરી પંચકામની કામગીરી કરવા જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્નાના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સીદેલ ડઢાણીયા દ્વારા ર૬ ટીમો મોકલીને ગામેગામ સર્વે તથા પંચકામની કામગીરી યુધ્‍ધના ધોરણે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળિયા, ભાણવડ, કલ્‍યાણપુર અનેક ગામોમાં માવઠાના ભારે વરસાદથી અનેક સ્‍થળે પુરની સ્‍થિતી હોય કર્મચારી પુરમાં ખેતરમાં ભરાયેલા પાણીમાં મગફળીના તરતા પાથરાની સ્‍થિતીમાં કામગીરીમાં લાગ્‍યા હતા.

દ્વારકા જિલ્લામાં અનેક સ્‍થળે છેલ્લા ચાર દિવસમાં પડેલા ભારે વરસાદના પગલે ખુબજ વ્‍યાપક નુકશાન થયું હોય પાક સડી જવા તથા મગફળીના પાથરામાં ફુગ લાગવી બટાઇ જવા જેવી સ્‍થિતી થઇ હતી તો પાંદડા બળી જતા મગફળી ના ડેડવા ભીના થઇ સડી જતા કયાંક બી પણ ઉગી આવવાની સ્‍થિતી થઇ હતી.

(1:18 PM IST)