તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 3rd November 2025
ભાણવડમાં સરકારી જમીન પર બે દાયકાથી દબાણ કરતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુના

ખંભાળિયા, તા.૩: ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અંગે ભાણવડના ઇન્ચાર્જ મામલતદાર જલ્પેશભાઈ રામદેભાઈ બાબરીયાએ રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના રામદેવ જગાભાઈ ગોઢાણીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ભાણવડથી આશરે ૬ કિલોમીટર દૂર ઘુમલી ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નંબર ૩૨ વાળી ૨.૩૯ હેક્ટરની સરકારી પડતર જમીન છેલ્લા આશરે વીસેક વર્ષથી પચાવી પાડવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આશરે ૧૦ થી ૧૨ વીઘા જેટલી આ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને આશરે ૫૦૦ થી ૫૫૦ જેટલા આંબા અને મગફળીનું વાવેતર કરવામાં આવતું હતું. આ રીતે ઉપરોક્ત શખ્સ દ્વારા સરકારી જમીન ખેડીને ઉપભોગ કરી, ગેરકાયદેસર રીતે કબજો જમાવવામાં આવ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે.
દબાણવાળી આ જગ્યાની કિંમત રૂ. ૧૨,૯૪,૦૦૦ આંકવામાં આવી છે. આ રીતે સરકારી જમીન પચાવી પાડવા સબબ ભાણવડ પોલીસે આરોપી રામદે ગોઢાણીયા વિરુધ્ધ જમીન પચાવી પાડવા પર ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાનો શખ્સ દારૂ સાથે ઝડપાયો ラ
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા બ્રિજરાજસિંહ અનોપસિંહ જાડેજા નામના ૨૨ વર્ષના શખ્સને પોલીસે બિયરના ૧૬ ટીન અને દારૂની બોટલો સહિત કુલ રૂપિયા ૧૬,૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહિ. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
