News of Monday, 3rd November 2025
જલારામ ધામ ખાતે બનેલા બનાવ બાદ લોહાણા સમાજની મીટીંગ મળી
મોરબી લોહાણા સમાજ પ્રમુખ અને મંદિર સંચાલકોના રાજીનામાંની માંગ ઉઠી

મોરબીઃ (પ્રવિણ વ્યાસ દ્વાર) જલારામ જયંતીના દિવસે જલારામ ધામ ખાતે બનેલા અણબનાવના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને લોહાણા સમાજની મીટીંગ મળી હતી જેમાં જલારામ ધામના પ્રમુખ અને તેના પુત્ર સામે સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો જલારામ મંદિર સંચાલકો અને લોહાણા સમાજ ઙ્કમુખ તાત્કાલિક રાજીનામાં આપે તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.જો આગામી દિવસોમાં રાજીનામું નહિ અપાય તો લોકશાહી અને અહિંસક માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે, તેવો સૂર બહાર આવ્યો છે.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ જલારામ જયંતિ લોહાણા સમાજમાં ધામધૂમ થી ઉજવવામાં આવી હતી ત્યારે જલારામ જયંતિની શોભાયાત્રા જલારામ મંદિરે પુર્ણં કરવામાં આવી હતી તે દરમ્યાન લોહાણા સમાજના પ્રમુખ ગીરીશભાઈ ધેલાણી અને તેનો પુત્ર ભાવિન ધેલાણીને શોભાયાત્રા સમિતિનાં યુવાનો સાથે માથાકૂટ થઈ હતી ત્યારે લોહાણા સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ પુજારા પણ ત્યાં પહોંચ્યા હતા તે દરમ્યાન ઘનશ્યામભાઈની સાથે પણ બોલચાલ થયેલ અને ઘનશ્યામભાઈ પુજારાને અપમાનિત કરાતાં ઘનશ્યામભાઈ ને ત્યાં લાગી આવતા તેને હાર્ટએટક આવ્યો હતો ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જલારામ મંદિરનાં સંચાલકો અને લોહાણા મહાજનનાં પ્રમુખ ત્યાં હાજર હોવા છતા ઘનશ્યામભાઈ ને હોસ્પિટલ લઈ જવામાં જરા પણ મદદરુપ પણ ન થયા અને એમ્બ્યુલન્સ લઈ જવા પણ ન કહેતા ઘનશ્યામભાઈ પુજારાને યુવાનાએ મોટરસાયકલ પર બેહોંશીની હાલતમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતાનું ચર્ચાય છે.
જે સમગ્ર બનાવથી લોહાણા સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનોએ મોરબી લોહાણા વિધાથીઁ ભવાન ખાતે મીટીંગ બોલાવી હતી અને સમાજના પ્રમુખ અને જલારામ મંદિર નાં સંચાલકો નાં રાજીનામાની તીવ્ર માંગ સાથે જો આગામી દિવસોમાં રાજીનામા નહીં આપે તો લોહાણા સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
