News of Tuesday, 4th November 2025
સિદસર ખાતે ખેડૂત પંચાયતમાં કમોસમી વરસાદથી વળતર આપવા માંગ કરાઈ
મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા થાળીનાદ કરી વિરોધ પ્રદર્શન કરાયું

ભાવનગરમાં ખેડૂતો દ્વારા ખેડૂત પંચાયતનું આયોજન કરાયું હતું. સિદસર ખાતે યોજાયેલી ખેડૂત પંચાયતમાં હાલમાં થયેલા કમોસમી વરસાદથી વળતર આપવા માંગ કરાઈ હતી. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે અને તેનો સંપૂર્ણ પાક નાશ થયો છે જેના લીધે દેવું માફ કરવા માંગ કરાઈ હતી.મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા થાળીનાદ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. સીદસર ખાતે ખેડૂત પંચાયત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો અને ઝડપથી ખેડૂતોના હિતમાં નિર્ણય કરાય તેવી માંગ કરવામાં આવી હતી.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
