<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

જસદણના કલાકારોએ રાજકોટમાં ડંકો વગાડ્‍યો

 

આટકોટ : રાજકોટ રંગોળી કાર્નિવલનું પરિણામ જાહેર કરાયું ત્‍યારે આવખતે પણ જસદણ ના કાકા-ભત્રીજા એ મેદાન માર્યું અને બન્ને એ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું,ચિત્રનગરી રાજકોટ તથા આરએમસી રાજકોટ દ્વારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન આ દિવાળી પર્વ પર કરવામાં આવેલ હતુ, રાજકોટ રેસકોર્સ ખાતે ૫૦૦ કરતાપણ વધુ કલાકારોએ ભાગ લીધો હતો,જેમાં જસદણ ના જીગ્નેશ ભાઈ ધોળકીયાએ ટોપ ૧૧ માં સ્‍થાન મેળવી પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું,આ સાથે જ અટલ સરોવર રાજકોટ ખાતે રંગોળી સ્‍પર્ધાનું આયોજન હતું જેમાં ભત્રીજા દર્પણ ભાઈ ધોળકિયાએ પ્રથમ સ્‍થાન મેળવી જસદણ પંથકનું ગૌરવ વધારેલ છે.(તસવીરઃ કરશન બામટા- આટકોટ)(૨૩.૪)

 

(9:53 AM IST)