<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

જસદણમાં આમળા અને શિંગોડાનું આગમન

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૪: જસદણમાં જામફળ, સીતાફળ, સંતરા અને સફરજન જેવા ફળોની સીઝન હવે લગભગ પુરી થવાનાં આરે છે. ત્‍યારે હાલ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી જામવા મંડી છે અને લોકો આગામી  લગ્નસરાની ખરીદીમાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે આવા માહોલ વચ્‍ચે શક્‍તિવર્ધક આમળા, શિંગોડા અને નાના-મોટાના ખાસ ચણી બોરનું આગમન થયું છે. આ અંગે જસદણના વેપારી પ્રવીણભાઈ જેરામભાઈ ચોવસીયાએ જણાવ્‍યું હતું કે, ગત વર્ષે સારા વરસાદને કારણે વિવિધ ફળોની ધૂમ આવક છે. હાલ આમળા અને શિંગોડાના ભાવો થોડાં ઊંચા છે પણ વધું આવક થયા બાદ ભાવ ઘટી જશે.

(11:32 AM IST)