તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
પોરબંદર બારમાસી બંદરના મુખમાં ભરાયેલી રેતીના નિકાલના ‘ડ્રેજીંગ' કામમાં કરોડોની ગેરરીતી ?
વર્ષ ર૦રરમાં સરકાર દ્વારા કોન્ટ્રાકટરોને ર૧ કરોડનો ડ્રેજીંગની સોંપેલ કામગીરી કાગળ ઉપર થયાનો બાવનભાઇ બદારશાહીનો આક્ષેપ : પેમેન્ટની ચુકવણી થઇ ત્યારે ખરેખર શું થયું? તેની તપાસ કરવા માંગણી : વર્ષ ર૦રરમાં થયેલી ડ્રેજીંગની કામગીરીનું પેમેન્ટ ચુકવાયાનો આરટીઆઇ અરજીમાં તંત્રનો જવાબઃ બારમાસી બંદરના મુખમાં રેતીના ઢગલા યથાવતઃ રેતીના કારણે ફિશીંગ બોટની અવરજવરમાં ભારે હાલાકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: બારમાસી બંદરના મુખમાંથી રેતીના ઢગલાના નિકાલની ‘ડ્રેજીંગ'ની કામગીરીમાં કરોડોની ગેરરીતી થયાનું સામાજીક કાર્યકર બાવનજીભાઇ બાદરશાહીએ જણાવીને તપાસ કરીને પગલા લેવા માંગણી કરી છે.
ત્રણ વર્ષ પહેલા સરકાર દ્વારા કોન્ટ્રાકટરોને સોંપાયેલી ડ્રેજીંગની કામગીરી માત્ર કાગળ ઉપર થયાનો સામાજીક કાર્યકર બાવનજીભાઇ બાદરશાહીનો આક્ષેપ કરીને આ ડ્રેજીંગની કામગીરીનું પેમેન્ટ ચુકવાયું ત્યારે ખરેખર શું થયું તેની તપાસ કરવાની માંગણી ઉઠાવી છે.
બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજીંગમાં રૂપિયા ૨૧ કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાનોએ ગંભીર આક્ષેપો કરી રહયા છે. વર્ષ ૨૦૨૨ માં પોરબંદર મત્સ્ય બંદર ખાતે બોટ ર્પાકિંગ, બર્થીગ, વાફ હોલ તથા ડ્રેજીંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા તે સમયે ઠરાવથી રૂપિયા ૬૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેજીંગના કામમાં રૂપિયા ૨૧ કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસેને દિવસે ભાંગી રહ્યું છે. માછીમારોનું આવકમાં ઘટાડો અને બેન્ક લોનના દેણા માથે છે અને કાગળ પર રૂપિયા ૨૧ કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચુકવણી પણ થાય છે તેવા સણસણતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદારશાહીએ કર્યા છે.
બાવન બદારશાહીએ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે, તેમણે કરેલી આર.ટી.આઈ.માં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ ૨૦૨૨માં જે ડ્રેજીંગના કામો પાસ થયા હતા તે ચોપડે થઇ ગયા છે અને ચુકવણી પણ થઇ ગઈ છે. તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
સામાજીક કાર્યકર બાવનભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આ ડ્રેજીંગનું કામ અસ્માવતી ઘાટથી લઇ છેક લકડી બંદર સુધી આખી જે ચેન છે જ્યાંથી બોટોની અવર-જવર છે ત્યાં આખે આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજુર થયું હતું પરંતુ આ કયાં લોકો છે કે જે માછીમારનું ભલું જોઈ શકતા નથી. તેમણે નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ સવાલો પણ ઉઠાવ્યા છે અને સરકારને રજુઆત કરી છે કે, ૨૧ કરોડની ચુકવણી જે કંપનીના પ્રોજેકટને કરવામાં આવી છે. જે તમામ ચુકવાયેલ રકમ પરત લેવા માછીમારો માંગણી કરી રહયા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
