તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 4th November 2025
પ્રદેશ કિસાન સભા દ્વારા ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માગણી સાથે ઉપલેટામાં દેખાવો અને મામલતદારને આવેદનપત્ર

ઉપલેટા, તાજેતરના અતિ ભારે માવઠાના વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખેતીના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે તાત્કાલિક રાહત પેકેજની માગણી સાથે કિસાન સભાના ખેડૂતો એ વિશાળ હાજરી સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક પત્રકારો સમક્ષ બોલતા પ્રદેશ કિસાન સભાના લડાયક પ્રમુખ ડાયાલાલ ગજેરા એ જણાવેલ કે જ્યારે તૈયાર થયેલો પાક ખેતરમાં પડેલ હતો ત્યારે જ તેની ઉપર જોરદાર મવઠાનો વરસાદ પડ્યો અને મગફળી સોયાબીન કઠોળ સહિતનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો જુટવાઈ ગયો છે શિયાળુ પાક વાવી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે રાજ્ય અને કેન્દ્રની સરકારે તાત્કાલિક ખેડૂતોની વાહરે આવવું જોઈએ તેવી ખેડૂતોની દયનીય સ્થિતિ છે આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ સરકારે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ. (તસવીર જગદીશ રાઠોડ)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
