તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 4th November 2025
જમ્મુ-કાશ્મીરમાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન
અરબસાગરની સીસ્ટમનો વીલય થતાં સૌરાષ્ટ્રમા કમોસમી માવઠાનો અંત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૪: જમ્મુ-કાશ્મીરમાં આજે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અર્થાત ડબલ્યુ ડીનું આગમન થતા હવે ત્યાં થનારી હિમવર્ષા અને આ ડબલ્યુ ડીના આગળ પસાર થઇ ગયા બાદ ઉતર- પશ્ચિમના પવનો ગુજરાત સુધી વહેતા થશે જેથી શિયાળાની ‘અસ્સલ જમાવટ'ની અનુભૂતિ હવે થવા માંડશે. જયાં સુધી જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરી હોય ત્યાં સુધી કાશ્મીરથી નીચેના ભાગે પંજાબ આસપાસ સાયકલોનિક સકર્યુલેશન ઉદભવતું હોઇ, ગુજરાતમાં ઉતર પશ્ચિમના પવનો આવી શકતા નથી પણ ડબલ્યુ ડી પૂર્વોતર રાજયો તરફ સરકતા જ ગુજરાત તરફ હિમવર્ષાના ઠંડા શિયાળુ પવનો વહેતા થતા હોય છે.અરબસાગરની ડીપ્રેશન સીસ્ટમ લો પ્રેશર બાદ સાયકલોનિક સકર્યુલેશનમાં કન્ટવર્ટ થઇ હવે વીલય થઇ ચુકયું છે. દ.ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા હવે રાજયમાં કમોસમી માવઠાનો અંત આવી ચુકયો છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
