<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સરધારમાં શ્રી સિંહમોઇ માતાજી મંદિરની પૂનઃપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં હાથીની અંબાડી ઉપર ઠાકોરજીની જાન

 

આટકોટઃ રાજકોટ -આટકોટ રોડ ઉપર આવેલ સરધાર ગામમાં આવેલા શ્રી સિંહમોઈ માતાજીના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે છેલ્લા ૨૦ દિવસથી ચાલતા ધાર્મિક મહોત્‍સવમાં બે દિવસ પહેલા અમરેલીના શાષાી શ્રી વિપુલભાઈ વ્‍યાસના વ્‍યાસાસને ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો જેમાં ગઈકાલે દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં હજારો લોકોએ ઠાકરના અને તુલસીજીના લગ્નનો લ્‍હાવો લીધો હતો આ પ્રસંગે હાથીની અંબાડી ઉપર બેસી ઠાકરની જાડેરી જાન મંદિરના પટાંગણમાં પધારતા કન્‍યા પક્ષ તરફથી જાનૈયાઓનું અદકેરૂ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આ મહોત્‍સવના મુખ્‍ય દાતા હાઈ-બોન્‍ડ સિમેન્‍ટ વાળા પાણ પરિવાર,સહ યજમાન તરીકે રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા,ઉમાશક્‍તિ એન્‍ટરપ્રાઇઝ પરિવાર,પૂજ્‍ય શ્રી કંકુકેશરમા રાજસ્‍થાન,પૂજ્‍ય આઈ શ્રી હાંસબાઈમા કચ્‍છ,ગિરીશઆપા મઢડા,પાલુ ભગત કાળીપાટ, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ વડાલીયા, જગદીશભાઈ કોટડીયા,ત્રંબકભાઈ ફેફર,રમણભાઈ વરમોરા,ચંદુભાઈ સંતોકી સહિત અનેક સાધુ સંતો ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી સિહમોઈ માતાના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે છેલ્લા ૨૦ દિવસથી યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં ૬૪૧ દંપતિઓ દ્વારા આહુતિ આપવામાં આવશે કથા દરમિયાન બંને ટાઈમ સરધાર તેમજ આજુબાજુના ગામનો રોજ ધુવાડા બંધ મહાપ્રસાદનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે આ પ્રસંગ જાણે પોતાના ઘરે જ હોય એમ સરધાર ગામના તમામ જ્ઞાતિના અને ધર્મના લોકો આ મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા યાદીમાં જણાવવામાં આવ્‍યું છે (તસવીર-અહેવાલઃ વિજય વસાણી)

(12:06 PM IST)