<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ગિરનાર પરિક્રમા કરવા આવેલ મહારાષ્‍ટ્રના યુવાનનું ઇલેકટ્રીક્‌ શોર્ટ લાગતા મોત

બાથરૂમમાં ન્‍હાવા ગયો હતો ને મોત આંબી ગયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૪ :  ગિરનાર પરિક્રમા કરવા આવેલ મહારાષ્‍ટ્રના યુવાનનું ઇલેટ્રીક્‌ શોર્ટ લાગતા મોત નિપજ્‍યું હતું.

આ વર્ષે કમોસમી વરસાદના કારણે લોકો માટે ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હતી. માત્ર સંતોએ પ્રતીકાત્‍મક પરિક્રમા કરીને મુર્હૂત સાચવ્‍યું હતું અને ભાવિકોને પરિક્રમાનું પુણ્‍ય અર્પણ કર્યું હતું.

પરિક્રમા મોકૂફ રહેવા છતાં પણ મોટી સંખ્‍યામાં ભાવિકો પુણ્‍યનું ભાથું બાંધવા માટે ભવનાથ ખાતે આવ્‍યા હતા. આ પ્રમાણે મહારાષ્‍ટ્રથી પરિક્રમા કરવા આવેલ સાગર દિગંબરભાઈ તરંગે ભવનાથમાં ધેડિયા કોળી સમાજની જગ્‍યામાં રોકાયા હતા ત્‍યારે ગઈકાલે સવારે જગ્‍યાના બાથરૂમમાં ન્‍હાવા ગયા હતા ત્‍યારે કોઈપણ રીતે ઇલેક્‍ટ્રીક શોર્ટ લાગતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું. યુવાનના અકાળે મોતથી તેની સાથે ગિરનાર પરિક્રમા કરવા આવેલા લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ભવનાથ પોલીસે યુવકના મોત અંગે આગળની કાર્યવાહી કરી હતી.

(12:18 PM IST)