<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મોરબીના ઘુનડા-રવાપર રોડ પર કારનું ટાયર ફાટતાં પાણીમાં ખાબકીઃ

મોરબી, ઘુનડા-રવાપર રોડ પર આજે એક કારનું ટાયર ફાટતાં કાર રસ્‍તાની બાજુમાં ભરેલા પાણીમાં ખાબકી હતી. આ ઘટના ઘુનડા-રવાપર રોડ પર હેલિપેડની સામે બની હતી. જેમાં ઘુનડા તરફથી રવાપર જઈ રહેલા એક કાર ચાલકની કારનું અચાનક ટાયર ફાટયું હતું અને કાર હેલિપેડની સામે ભરેલા પાણીનું તલાવડું ભરેલું છે તેમાં ખાબકી હતી. તલાવડામાં ૧૦ ફૂટથી વધું ઉંડાઈ હોય કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરીને હેમખેમ બહાર નીકળી ગયા હતા. ત્‍યારબાદ સ્‍થાનિક તરવૈયા અને ક્રેનની મદદથી આશરે સાડા ત્રણ કલાકની જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. 

(1:13 PM IST)