News of Tuesday, 4th November 2025
તૈયાર પાકથી લીલાછમ ખેતરો પ્લાસ્ટીકના સામ્રાજયવાળા થઇ ગયાઃ કોઠાર રૂમમાં
ભરેલી મગફળી પણ બેકાર બની!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪: દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સતત માવઠાના વરસાદ પછી હાલ જયાં થોડા સમય પહેલા તૈયાર પાકની ખેતરો લીલાછમ હતા તે હવે કાળી બ્લુ અને લાલ રંગની પ્લાસ્ટીકના કાપડથી ઢંકાયેલા પ્લાસ્ટીકના સામ્રાજયવાળા થઇ ગયા છે.
પહેલા રાઉન્ડમાં બે ઇંચ વરસાદના પગલે પછી વરસાદની પાકને બચાવવા ખેડૂતોએ મગફળીના પાથરાના ઢગલા હતા તેના પર તથા મગફળી કાઢેલી ખેતરમાં હોય તેના પર પ્લાસ્ટીકના કાપડ ઢાંકેલા હોય કતારોમાં પ્લાસ્ટીકના રંગબેરંગી કપડા જ તમામ ખેતરોમાં જોવા મળે છે. તો સામાન્ય રીતે દીવાળી પછી શિયાળુ પીયતની ખેડુતો તૈયારી કરતા હોય તેના બદલે આ વખતે સર્વેને લીધે ખેડૂતોએ સડેલી મગફળી રાખતા શીયાળુ પાકમાં પણ મોડું થશે.
જોકે સડેલી તથા પાણી લાગી ગયેલી મગફળીમાંથી સારા ડેડવા કાઢવા ખેડૂતો માણસો રાખીને પ્રયાસો કરે છે પણ ડેડવાને ભેજ લાગી ગયો હોય અને બટાઇ ગયેલા હોય સ્થાનિક મજુરો તો ડેડવા ગોતે તો સડેલી મગફળીની ગંધથીજ બેભાન થઇ જવાય તેવી સ્થિતિ છે. જેની પર પ્રાંતિય મજુરો કામ કરી રહ્યા છે. પાથરાનો ઢગલો કરીને રાખેલ મગફળીમાં છુટા પાથરા કરતા મોટું નુકશાન થયું છે તો આગોતરા મગફળી કાઢીને કોઠારમાં રૂમમાં ભરેલ તેમાં પણ સતત ભેજથી ફૂગ લાગવી તથા ભેજ લાગવો જેવું થતાં તેમાં પણ ખેડૂતો ધંધે લાગ્યા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
