<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મોરબીના સાહિલ માજોઠી મામલે દિલ્હી હાઈકોર્ટમાં કેસ, કોર્ટે રીપોર્ટ કરવા અને પરિવાર સાથે વાતચીત કરાવવા કર્યો આદેશ.

વર્ષ ૨૦૨૨ માં રશિયા ગયેલો યુવાન આર્મીમાં જોડાયા બાદ યુક્રેન સામે કર્યું હતું સરેન્ડર યુકેન આર્મીના વિડીયો બાદ પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરતા આજે હતી સુનાવણી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ માજોઠી નામનો યુવાન રશિયન આર્મી વતી લડતા યુક્રેન સામે સરેન્ડર કર્યું હતું જેનો વિડીયો યુક્રેન આર્મીએ વાયરલ કર્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પરિવારે પોતાનો પુત્ર પરત લાવવા માટે દિલ્હી હાઈકોર્ટનું શરણું લીધું હતું આજે દિલ્હી હાઈકોર્ટમાં કેસની મુદત હોવાથી દલીલો રજુ થઇ હતી

     મોરબીનો સાહિલ માજોઠી વર્ષ ૨૦૨૨ માં રશિયા અભ્યાસ અને નોકરી માટે ગયો હતો જ્યાં કુરિયર કંપનીમાં નોકરી કરતા તેને ડ્રગ્સ કેસમાં ફસાવી દઈને રશિયન આર્મી જોઇન કરવા ફરજ પાડવામાં આવી હતી તેવો પરિવારે આક્ષેપ કર્યો હતો રશિયન આર્મી વતી યુક્રેન સામે લડતા યુવાને યુક્રેન સામે સરેન્ડર કરી દીધું હતું અને યુક્રેનિયન આર્મીએ વિડીયો વાયરલ કર્યો હતો જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો પુત્રને પરત લાવવા માટે માતાએ સરકાર સમક્ષ રજુઆ કરી હતી તેમજ દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ દીપા જોસેફ અને રોબીન રાજુ મારફત કેસ દાખલ કર્યો હતો જે કેસની આજે મુદત હોવાથી એડવોકેટે દલીલો રજુ કરી હત અને સમગ્ર વિગતો કોર્ટ સમક્ષ રજુ કરી હતી.
   યુવાન વતી દિલ્હી હાઈકોર્ટમાં કેસ લડતા એડવોકેટે માહિતી આપતા જણાવ્યું હતું કે હાઈકોર્ટે અધિકારી નીમવા આદેશ કર્યો છે જે સાહિલ માજોઠી રશિયા ગયો અને ત્યાંથી યુક્રેન કેવી રીતે પહોંચી ગયો તેનો સમગ્ર રીપોર્ટ આગી ૦૩ ડીસેમ્બર સુધીમાં કરવા માટે આદેશ આપ્યો છે સાથે જ યુવાનના પરિવાર સાથે તેની વાત કરાવવા માટે પણ આદેશ આપ્યો છે

(6:24 PM IST)