<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

મોરબીના મકનસર નજીક પાંજરાપોળના ટાવરોમાંથી ૧૧૪ બેટરી સેલની ચોરી.

૫૭ હજારની કિમતની ૧૧૪ બેટરી સેલની ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના મકનસર નજીક આવેલ પાંજરાપોળના ટાવરોમાં લગાવેલ બેટરી સેલની અજાણ્યા શખ્શો ચોરી કરી ગયા છે ૫૭ હજારની કિમતની ૧૧૪ બેટરી સેલની ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરના રહેવાસી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ.૩૨) મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૧૧ ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મકનસર પાંજરાપોળ અંદર લગાવેલ અલગ અલગ ટાવરોમાંથી જાહેર ખુલ્લામથી એક્સાઈડ અને અમરરાજા કંપનીના બેટરી સેલ ૧૧૪ નંગ એક સેલની કીમત રૂ ૫૦૦ લેખે કુલ રૂ ૫૭,૦૦૦ ની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(1:18 AM IST)