<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ઘુંટુ નજીક ખાડાના કારણે એસટી બસ ડિવાઈડર સાથે અથડાઈ : સદનસીબે મોટી દુર્ઘટના ટળી.

છોટા ઉદેપુરની ડેપોની બસ ટંકારા હતી હતી ત્યારે ઘુંટુ નજીક ડિવાઇર સાથે અથડાતા : કંડકટરને પગમાં ઇજા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઘુંટુ નજીક  વહેલી સવારે એક બસને અકસ્માત નડ્યો હતો. છોટાઉદેપુર ડેપોની બસ જે ટંકારા જઈ રહી હતી. સવારે 5:30 વાગ્યાના અરસામાં સામેથી વાહન આવતા ખાડાના કારણે આ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કંડકટરને પગમાં ઇજા પહોંચી છે. બીજી તરફ બસને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

(1:21 AM IST)