News of Wednesday, 5th November 2025
ભુજમાં ટેલિસ્કોપ દ્વારા સુપરમૂન નિહાળવાનો અવસરઃ તમામ વય જૂથના લોકો નિહાળી શકશે
ટેલિસ્કોપ દ્વારા આકાશના વિવિધ ખગોળીય પદાર્થો જેમ કે ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે નિહાળી શકશે તથા તેના વિશે રસપ્રદ માહિતી પણ જાણી શકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગૂજકોસ્ટ)ની સંલગ્ન સંસ્થા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ તથા કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા આજે બુધવારના રોજ સુપર મુન નિમિતે સાંજે ૬.૩૦ કલાક થી ‘‘ગગન દર્શન કાર્યક્રમ'' નું આયોજન કરવામાં આવયું છે.
આ કાર્યક્રમમાં લોકો રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ભારતની સૌથી મોટી અને પ્રથમ પબ્લિક સ્પેસ ઓબઝવેટ્રીના ટેલિસ્કોપ દ્વારા આકાશના વિવિધ ખગોળીય પદાર્થો જેમ કે ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે નિહાળી શકશે તથા તેના વિશે રસપ્રદ માહિતી પણ જાણી શકશે. આ ગગન દર્શન કાર્યક્રમમાં બધી વય ના લોકો ભાગ લઈ શકસે આકાશ નિરીક્ષણ હવામાનની પરિસ્થિતિ ને આધીન રહેશે. આ વિશે વધુ માહિતી માટે મોબાઈલ ૭૦૪૩૯ ૨૪૬૦૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.(૩૮.૧૬)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
