<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

છત્તીસગઢના પૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર બધેલ સામે કચ્‍છમાં સિન્‍ધી સમાજ લાલઘૂમ

ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્‍પણી બદલ કાર્યવાહી કરવા માંગ : કચ્‍છના ગાંધીધામ સિન્‍ધી સમાજે આપ્‍યું આવેદન પત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: કચ્‍છના ગાંધીધામના સિન્‍ધી યુવા શક્‍તિ ટ્રસ્‍ટ દ્વારા છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ વિરુદ્ધ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્‍યું છે. સિન્‍ધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગત ૨૬ ઓક્‍ટોબરે અમિત બધેલે સોશિયલ મીડિયા પર ઝુલેલાલ ભગવાનનું અપમાન કરવા ઉપરાંત, સિન્‍ધી સમાજ અને અન્‍ય મહાપુરુષોને શ્નપાકિસ્‍તાની સિન્‍ધીઙ્ખ કહીને સંબોધિત કર્યા હતા. ટ્રસ્‍ટના ઙ્કમુખ કાલુભાઈ ભાનુશાલીએ આવેદનપત્રમાં જણાવ્‍યું કે અમિત બધેલનું આ કળત્‍ય સિન્‍ધી સમાજને કયારેય સ્‍વીકાર્ય નથી. આ ટિપ્‍પણીઓ તેમની હીન માનસિકતા દર્શાવે છે.

(10:22 AM IST)