તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 5th November 2025
જામજોધપુર નજીક સતાપર પાસે યુટીલિટી જીપ પલ્ટી જતાં ૧૦ થી વધુ ઘાયલ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૫: તાલુકાના સતાપર નજીક ગઈકાલે સવારે એક યૂટીલીટી જીપ પલ્ટી મારી જતાં અંદર સવાર ૧૦ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જે તમામને સારવાર માટે જામજોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,જે ઈજાગ્રસ્તોમાં મહીલાઓનો પણ સમાવેશ ગઈ કાલે સવારે વાંસજાળીયાનો એક પરીવાર શ્રીમંત પ્રસંગે જતો હતો, તે વેળાએ સતાપર અને ખાગસરી વચ્ચે જીપ પલ્ટી મારી જતાં મહીલાઓ સહિત કુલ ૧૦થી વધુ વ્યક્તિને ઇંજા થઈ હતી, સદનસીબે જાનહાની ટળી હતી.
આ અકસ્માત થતાં આજુબાજુના વાડીમાં કામ કરતા લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા, અને તમામ ઇજાગ્રસ્તો ને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામજોધપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત વેળાએ સ્થાનિક ડો. જાદવ તાત્કાલીક અકરમાત સ્થળે પહોંથી ગયા હતાં અને ઈજાગ્રસ્તોને સારવાર કરવામાં આવી હતી.
વાંસજાળીયાનો એક પરીવાર શ્રીમંતના પ્રસંગે જવા માટે વહેલી સવારે વાંસજાળીયાથી નિકળ્યો હતો, સતાપર થઈને ખાગસરી પહોંચતાં રસ્તામાં યૂટીલીટી એકાએક પલ્ટી મારી જતાં યૂટીલીટીમાં મહીલાઓ સહીત ૧૦થી વધુ લોકો સવાર હતા, જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
