તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
આજે રાત્રે ૧ર વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની કાર્તિકી પુર્ણિમા નિમિતે મહાપૂજા-મહાઆરતી
એસ.જી.વી.પી દ્રોણેશ્વરના બાળકોનું બેન્ડ કાર્તિકી પૂર્ણિમા પર સોમનાથ દાદાને આરતી અર્પણ કરશે : મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., પઃ આજે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે, શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ મહાપૂજા અને મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૧૨.૦૦ વાગ્યે યોજાનાર આ મહા આરતીમાં પ્રથમ વખત એસ.જી.વી.પી. દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓના બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય રૂપે પ્રસ્તુત કરવામાં આવશે.
આ વિધાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું. હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને પોતાની સંગીતકલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભા આપશે.
કાર્તિકી પૂર્ણિમા, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ દિવસે ભગવાન શિવએ ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું. આ દિવસે એક દુર્લભ ખગોળીય સંયોગ રચાય છે ラ જ્યારે મધ્યરાત્રે ૧૨.૦૦ વાગ્યે ચંદ્રમા, શ્રી સોમનાથ મંદિરનો ધ્વજ અને શ્રી જ્યોર્તિલિંગ એક સીધી રેખામાં આવે છે. ભક્તોની માન્યતા મુજબ આ યોગના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વિશેષ પુણ્ય પ્રાપ્તિ થાય છે.
ભક્તોને આ દિવ્ય ક્ષણના દર્શન માટે મંદિર રાત્રે ૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તો સરળતાથી આ અનોખા યોગના દર્શન કરી શકે.
અમૃતવર્ષા સંયોગ
કરોડો ભકતોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા ભારત પ્રથમ જયોર્તિલીંગ શ્રી સોમનાથ મંદીર ખાતે પ્રતિવર્ષ કાર્તિક પુર્ણિમાની મધ્યરાત્રીના ૧ર કલાકે અદભુત ખગોળીય-શ્રધ્ધામય સંયોગ રચાય છે.
જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિક પુર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદીરના શિખર ઉપરનું ત્રિશુળ-ધ્વજ દંડ અને શ્રી સોમનાથ જયોર્તિલીંગ એક જ ક્ષિતીજમાં આવે છે.
માનવામાં આવે છે કે જે સ્થાન ઉપર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુકિત આપી હતી. તે જ સ્થાન ઉપર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિક પુર્ણિમાની રાત્રીએ ચંદ્ર આ ખગોળકીય રીતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદીરનો અભિષેક કરે છે.
આ સંયોગને ભકતો અમૃતવર્ષા યોગ તરીકે ઓળખે છે.
આ દૈવી અને અલૌકિક દ્રશ્યનો નજારો સોમનાથ ટ્રસ્ટના કેમેરામેનોની કીકીઓમાં પણ ઝીલાય છે. કેટલાક વાસ્તુ શાષાીના મતે સોમનાથ મંદીર ઉપર ૯૦ અક્ષાંસ જે ચંદ્ર આવે છે જે સુચવે છે કે આ ભુમી એવે સ્થળે આવેલી છે. જે પૃથ્વી ઉપર બીજે કયાંય શકય નથી. જેથી જ આપણા ઋષી-મુનિઓએ ઉર્જાની પોઝીટીવ યોગ્ય ભુમી ગણી ગહન તપ અહીં જ કર્યા હતા.
સોમ એટલે ચંદ્ર અને સોમનાથ એટલે ચંદ્રના નાથ અને ભગવાન શિવે ચંદ્રને પોતાના શિર ઉપર પણ ધારણ કર્યો છે. (૪.૪)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
