News of Wednesday, 5th November 2025
દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની દાનપેટી ચાંદીની અદ્ભુત હસ્તકલા સાથે અર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૫: દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષે ભાવિક ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કળતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની ૨૦ ગેજ સીટ પર એમ્બોઝ કરેલી અને અદભૂત હસ્તકલા સાથે કલાત્મક રીતે મઢી અર્પણ કરવામાં આવી હતી. આ કલાત્મક હસ્તકલામાં સિલ્વરથી કંડારેલ મેળામાં હાથી વિગેરે આકર્ષક ચિત્રોથી મઢવામાં આવ્યા છે. ત્રિવેદી પરિવારે ઠાકોરજીને અહોભાવ સાથે સેવા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.(તસ્વીરઃ દિપેશ સામાણી - દ્વારકા)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
