News of Wednesday, 5th November 2025
ભુજના અતિ જાણીતા રાજકીય અને સામાજિક આગેવાનની લફરાબાજીએ સર્જી ચકચાર
પારકી પરણેતર સાથે રંગે હાથ ઝડપાયા બાદ પતિનું નાણાકીય ઓપરેશન સાથે મોઢું બંધ કરાયાની ચર્ચા, સમાજ અને પક્ષની ચૂંટણીઓમાં દાવેદાર નેતાની લફરાબાજીથી વિરોધીઓ ગેલમાં

રાજકોટ, તા.,૫ : ભલભલાની વાઢકાપમાં કુશળ એવા જાણીતા રાજકીય અને સામાજિક આગેવાનની લફરાબાજી સમગ્ર ભુજ સહિત કચ્છમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. તેનું કારણ કચ્છભરમાં નામના ધરાવનાર આ આગેવાન પક્ષ તેમ જ સમાજની ચૂંટણીઓમાં દાવેદાર તરીકે અગ્રેસર રહે છે. આ જ કારણથી વિરોધીઓ ગેલમાં છે. ચર્ચાતી હકીકત મુજબ અગાઉ પણ એક વખત પોતાના રંગીન મિજાજના કારણે ચર્ચામાં રહી ચૂકેલા આ આગેવાન ભુજમાં પારકી પરણેતર સાથે એક રિસોર્ટમાં પતિના હાથે ઝડપાઈ ગયા હતા. પોતાની પત્ની સાથે આગેવાનને રંગરેલિયા મનાવતા આ આગેવાનને જોઈ પતિએ ધમાલ મચાવી હતી. ત્યાર બાદ પોતાની પ્રતિષ્ઠા દાવ પર લાગી જશે એવો ખ્યાલ આવતા જ આ લફરેબાજ આગેવાને વાદવિવાદમાં વચ્ચે પડનાર ભુજના બહુચર્ચિત એવા એક વચેટિયાને વચ્ચે નાખી રૂપિયાથી પતાવટનો દાવ ખેલ્યો હતો. નળત્ય કળામાં પારંગત પતિ પોતાની પત્નીના લફરાનો ઢાંક પીછોડો કરવા રૂપિયાની લાલચમાં ડોલી ગયો અને હાલના તબક્કે તો મોટો ખેલ પાડી ચૂપી સાધી લીધી. જો ચર્ચાતી હકીકત સાચી હોય તો અન્યની વાઢકાપમાં કુશળ ગણાતા આ આગેવાનનું ખુદનું ઓપરેશન લાખોમાં થયું હોવાની ચર્ચા છે. જોકે, આ માહિતી લીક કોણે કરી તે પણ ભારે સસ્પેન્સ છે. હાલ તુરત તો સામાજિક અને રાજકીય ક્ષેત્રે થનગનતા આ આગેવાન કયાંય દેખાતા નથી રાજકીય હલચલ વચ્ચે વિરોધીઓ પણ પૂછી રહ્યા છે સાહેબ ને કયાંય જોયા છે?
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
